WhatsApp ઓપન કર્યા વિના મેસેજ મોકલવાની જાણી લો ટ્રિક

વોટ્સએપનો ઉપયોગ કરતાં લોકોની સંખ્યા કરોડોમાં છે. ફોટો, મેસેજ કે કોઈપણ ડોક્યુમેન્ટ મોકલવા માટે વોટ્સએપનો ઉપયોગ કરવો સામાન્ય છે. વોટ્સએપમાં પણ યૂઝર્સની સગવડતા માટે નવા નવા ફિચર એડ થતા હોય છે. આજે તમને એવી જ ખાસ ટ્રિક વિશે જાણકારી આપવામાં આવશે. આ ટ્રિકની મદદથી તમે વોટ્સએપને ઓપન કર્યા વિના જ કોઈપણ વ્યક્તિને મેસેજ સેન્ડ કરી શકશો. આ કામ કરવા માટે ફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ હોય તે જરૂરી છે. જો કે આજકાલ તો દરેક સ્માર્ટફોનમાં તે હોય જ છે.
Google Assistantની મદદથી વોટ્સએપ ઓપન કર્યા વિના જ મેસેજ સેન્ડ કરવા માટે સૌથી પહેલા ફોનના નીચેના ભાગમાં જે સ્વીચ હોય તેને પ્રેસ કરો. આ સ્વીચ પ્રેસ કરવાથી Google Assistant ઓપન થશે. તેમાં તમારે વોટ્સએપ પર મેસેજ મોકવાનો આદેશ કરવાનો છે. ત્યારબાદ તમને પ્રશ્ન પુછવામાં આવશે કે તમારે મેસેજ કોને મોકલવાનો છે. જેને મેસેજ કરવો હોય તેનું નામ બોલવાથી Google Assistant પોતાનું કામ કરી દેશે અને તમે જે મેસેજ કહ્યો હશે તે સેન્ડ પણ થઈ જશે.
તમે Google Assistantને કોન્ટેક્ટનું નામ જણાવશો એટલે મોબાઈલની સ્ક્રીન પર કોન્ટેક્ટની લિસ્ટ ખુલી જશે અને તમે જે નામ બોલશો તે સિલેક્ટ થઈ જશે. કોન્ટેક્ટ ઓપન થઈ ગયા બાદ તમારે મેસેજમાં જે લખવું હોય તે Google Assistantને જણાવી દેવું અને તમારો મેસેજ ટાઈપ થઈ જશે. જો મેસેજમાં કોઈ ફેરફાર હોય તો તે કરી અને સેન્ડ મેસેજનો આદેશ કરી દેવો. બસ તમારું કામ થઈ જશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો