મંગળવાર, 5 માર્ચ, 2019

કેન્સલ ન કરો ટ્રેનની ટિકિટ, આ રીતે કરી દો અન્યના નામે ટ્રાંસફર




આઈઆરસીટીસી પર ઓનલાઈન ટિકિટ બુકિંગ તો તમે પણ કર્યું જ હશે. ટિકિટ બુક કરાવતી વખતે ઘણીવાર ભુલ પણ થઈ જતી હોય છે. જ્યારે ઓનલાઈન બુકિંગમાં ભુલ થાય ત્યારે ટિકિટ કેન્સલ કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. હવે આ વાત જૂની થઈ ગઈ છે કારણ કે આઈઆરસીટીસીના નવા નિયમાનુસાર હવે તમે તમારી ટિકિટ કેન્સલ કરાવવાને બદલે ટ્રાંસફર પણ કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે ટિકિટ કેન્સલ કરી અને ટ્રાંસફર કરવાની સેવાનો લાભ કોઈ વ્યક્તિ એક જ વાર લઈ શકે છે. 
આ રીતે કરો ટિકિટ ટ્રાંસફર
1. સૌથી પહેલા ટિકિટની પ્રિંટ કાઢી લો.
2. નજીકના રેલ્વે સ્ટેશન પર જવું.
3. જે વ્યક્તિને ટિકિટ ટ્રાંસફર કરવી હોય તેના ઓરિજિનલ આઈડી પ્રૂફ સાથે લઈ જવા.
4. કાઉંટર ઓફિસરની મદદથી ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી દેવું.
નવા નિયમાનુસાર તમે તમારા પરીવારના સભ્યોને ટિકિટ ટ્રાંસફર કરી શકો છો. તમે જે સભ્યના નામે ટિકિટ ટ્રાંસફર કરવા ઈચ્છતા હોય તેની સાથેના સંબંધ દર્શાવતા કોઈ દસ્તાવેજ સાથે લઈ જવા અને ત્યારબાદ તમારી ટિકિટ ટ્રાંસફર થઈ જશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો