ફોન થઈ જાય હૈક અને બેન્ક અકાઉન્ટ થાય ખાલી તે પહેલા કરી લ્યો આ setting

તમે તમારા લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટમાં સિક્યોરિટી સોફ્ટવેર જરૂરથી ઈંસ્ટોલ કર્યો હશે. પરંતુ આ સોફ્ટવેર સારી રીતે કામ કરે અને તમારા ડિવાઈસનું ધ્યાન રાખે તે માટે જરૂરી છે કે તમે પણ તેનું ધ્યાન રાખો. સૌથી પહેલા તો એ ચેક કરી લો કે તમારા ડેટાબેઝમાં કોઈ અપડેટ માટેનો મેસેજ તો નથીને. જો કોઈ મેસેજ ન હોય તો મેન્યુઅલ રીતે અપડેટ માટે ચેક કરો. સિક્યોરિટી પ્રોડક્ટસને અપડેટ કરવા ખૂબ જ જરૂરી હોય છે.
આ ઉપરાંત ખાસ ચેક કરવું કે તમારા ફોનના એન્ટીવાયરસ કામ કરી રહ્યા છે કે નહીં. ડિવાઈસના પ્રોટેકશન ચેક માટે એન્ટી માલવેર ટેસ્ટિંગ સ્ટેંડર્ડ ઓર્ગેનાઈઝેશનની વેબસાઈટ પર જઈ સિક્યોરિટી ફીચર્સ ચેક કરવા. અહીં જઈ અલગ અલગ ટેસ્ટ રન કરવા જે માલવેર પ્રોટેકશનને ચકાશશે.
વીપીએન તમારા ઈંટરનેટ કનેકશનને ઈનક્રિપ્ટેડ કનેકશને બદલી અને તેની સુરક્ષા કરે છે. એટલા માટે ખાસ ચેક કરવું કે વીપીએન લીક તો નથીને. તેના માટે વીપીએનને ઓન કરી અને આઈપી ચેક કરો. તેના માટે વોટ ઈઝ માઈ આઈપી સર્ચ કરવું. ત્યારબાદ વીપીએન કનેક્ટ કરો અને ફરી સર્ચ કરો. તેમાં તમને એક અલગ આઈપી એડ્રેસ જોવા મળશે. આમ તમે વીપીએનની સુરક્ષા ચકાસી શકો છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો