અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’.શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’.શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.
_____________________________
નામ
- અમૃતલાલ ભટ્ટ
ઉપનામ
- ઘાયલ
જન્મ
- 19-8-1916 – સરધાર – જિ. રાજકોટ
અવસાન
- 25 – ડીસેમ્બર – 2002, રાજકોટ
કુટુમ્બ
- માતા – સંતોકબેન ; પિતા – લાલજીભાઇ
- પત્ની – તારા ( લગ્ન – 1932 , સણોસરા, અવસાન – 1947 ) ; ભાનુમતી ( લગ્ન – 1950- – વાડોદર)
- સંતાનો – 8
અભ્યાસ
- સાત ધોરણ સુધી- સરધાર
- 1937 સુધી – આલ્ફ્રેડ હાઇસ્કૂલ , રાજકોટ
- 1947– મેટ્રીક , પાજોદમાં નોકરીની સાથે
- 1948– ધર્મેન્દ્રસિંહ કોલેજ રાજકોટમાં આર્ટ્સ માં જોડાયા અને અભ્યાસ છોડ્યો
વ્યવસાય
- 1939- 1948– પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી ‘રૂસવા’ના રહસ્યમંત્રી, ( રજવાડાઓનું વિલીનીકરણ થતાં નોકરી છૂટી)
- 1949- 1958 PWD માં
- 1959- 1973 રેવન્યુ ખાતામાં વિવિધ જગાએ નોકરી
જીવનઝરમર
- 1938– ક્રિકેટ માટે શિષ્યવૃત્તિ
- 1939– ‘રૂસવા’ સાથે ગઝલ જગતમાં પ્રવેશ અને ઉર્દૂ અને હિંદી ગઝલકારો સાથે સત્સંગ, ‘શૂન્ય’પાલનપુરી સાથે દોસ્તી, ‘શૂન્ય’તખલ્લૂસ સુચવ્યું
- 1954– પ્રથમ ગઝલસંગ્રહ ‘શૂળ અને શમણાં’ નું પ્રકાશન
- 1973 બાદ – નિવૃત્તિ બાદ રાજકોટમાં કાયમી નિવાસ
- 1978 – રશિયા પ્રવાસ
- 1964– ક્ષયનો હૂમલો
- જીવન ભર શરાબના શોખીન
પ્રદાન
- 10- કાવ્ય સંગ્રહો, 1- ધાર્મિક , 1- વર્ણન
મૂખ્ય કૃતિઓ
- ગઝલ – શૂળ અને શમણાં, રંગ, રૂપ, ગઝલ નામ સુખ, સમગ્ર ગઝલ – આઠોં જામ ખુમારી
- ધાર્મિક – સાન્તવ સત્સંગ
- વર્ણન – મધુર સ્મૃતિ
સન્માન
- 34 થી વધારે સંસ્થાઓ દ્વારા સન્માન
- ‘કુમાર’નો કલાપી એવોર્ડ
- ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર
સાભાર
- ‘આઠોં જામ ખુમારી’ – પ્રવીણ પુસ્તક ભંડાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો