મંગળવાર, 5 માર્ચ, 2019

આ રીતે જાણો કઈ એપ્લીકેશન તમારા ફોનને કરે છે સ્લો, ચેન્જ કરો સેટિંગ્સ

આ રીતે જાણો કઈ એપ્લીકેશન તમારા ફોનને કરે છે સ્લો, ચેન્જ કરો સેટિંગ્સ




રોજ રોજ નવી લોન્ચ થતી એપ્સ અને ગેમ્સના કારણે એન્ડ્રોઈડ ફોનની સ્ટોરેજ સ્પેસ અને રેમ બરાબર રીતે કામ કરતી નથી. સ્માર્ટફોન 6 અને 8 જીબી રેમ સાથે લોન્ચ થાય છે. જ્યારે ફોનમાં સ્પેસ ઘટવા લાગે ત્યારે વધારે રેમનો ફોન ખરીદવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી, એવું યૂઝર્સ માનતા હોય છે. પરંતુ નવો ફોન લેવો જરૂરી નથી. તમે થોડી સ્માર્ટનેસ દાખવી અને સેટિંગ્સમાં ફેરફાર કરી અને ફોનમાં સ્પેસ વધારી શકો છો અને સાથે જ રેમને પણ ફ્રી કરી શકો છો. રેમ ફ્રી થઈ જવાથી ફોનની સ્પીડ પણ વધી જશે.
ફોનની બેટરી લાઈફ વધારવા માટે વધારાની અને ન ઉપયોગ થતી હોય તેવી એપ્સને અનઈંસ્ટોલ કરી દેવી જોઈએ. આ ઉપરાંત ગેમ્સનો ઉપયોગ કરવાથી પણ ફોનની રેમ ફુલ થઈ જાય છે અને તેના કારણે સ્માર્ટફોનની સ્પીડ ઘટી જાય છે. આ તો વાત થઈ રેમ કેવી રીતે સ્લો થાય છે તેની હવે જાણો કે કેવી રીતે રેમ અને મોબાઈલ સ્પેસને સેટિંગ્સની મદદથી ફ્રી કરવા.
1. ફોનના સેટિંગ્સમાં જવું અને સ્ટોરેજ અથવા મેમરી પર ક્લિક કરો.
2. સેટિંગ્સમાં જોવા મળશે કે કયા કંટેંટમાં મેમરી વધારે યૂઝ થઈ રહી છે. અહીં તમને સ્ટોરેજ કંઝપ્શન પણ જોવા મળશે.
3. મેમરી પર ટેપ કરો અને પછી મેમરી યૂઝ્ડ બાય એપ્સમાં જવું.
4. હવે લિસ્ટમાં તમને App Usage of RAM ચાર ભાગમાં જોવા મળશે. 
5. આ લિસ્ટમાં જઈ અને જરૂરી ન હોય તે એપને કિલ અથવા તો અનઈંસ્ટોલ કરી દો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો