ગૂગલે પ્લેસ્ટોરમાંથી ડિલીટ કરી 28 ફેક એપ, તમે તો નથી કરીને ડાઉનલોડ

ગૂગલએ તાજેતરમાં જ પ્લેસ્ટોરમાંથી 28 એપ્લીકેશનને ડિલીટ કરી છે. આ એપ્સનું ઈંસ્ટોલેશન બેઝ 48,000થી વધારે હતું. ગૂગલએ પ્લેસ્ટોરમાંથી આ એપ્સને એટલા માટે ડિલીટ કરી છે કે તે ફેક એપ્સ હતી. જે ફંક્શન માટે આ એપ્સને પ્લે સ્ટોરમાં લિસ્ટ કરવામાં આવી હતી તે પ્રમાણે એપ્સ કામ કરતી ન હતી. આ તમામ એપ્સ સરવેશ ડેવલપર દ્વારા બનાવવામાં આવી હતી.
આ એપ્સમાંથી મોટા ભાગની એપ્સ ફાઈનેંસ સર્વિસ સાથે જોડાયેલી હતી. પરંતુ તે પોતાની સર્વિસ અનુસાર કામ કરતી ન હતી. આ એપ્સમાંથી કેટલીક એપ સ્ટીકર, ટિપ્સ અને વેબ હોસ્ટિંગ સર્વિસ આપતી હતી. આ અંગેનો એક રીપોર્ટ સાઈબર સિક્યોરિટી કંપની ક્વિક હીલએ આપ્યો હતો.
કંપનીએ આ એપ્સ અંગે તપાસ કરી અને જાણ્યું કે આ 28 એપ્લીકેશન યોગ્ય રીતે કામ કરતી નથી. કંપનીએ એપ્સ ફેક હોવાની તપાસ કર્યા બાદ તેનો રીપોર્ટ ગૂગલને સોંપ્યો હતો. આ તમામ 28 એપ્લીકેશન યૂઝર્સને ફૂલસ્ક્રીન વિજ્ઞાપન દેખાડતી હતી. રીપોર્ટ અનુસાર આ એપ્લીકેશન બનાવવાનું કારણ જ વિજ્ઞાપનના માધ્યમથી પૈસા કમાવાનું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો