મોબાઈલ ડેટા ગુમાવ્યા વિના બદલો WhatsApp નંબર

વોટ્સએપ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. તેનો ઉપયોગ કર્યા વિના કોઈપણ વ્યક્તિ રહી ન શકે. પરંતુ જ્યારે યૂઝરને તેનો નંબર બદલવાનો હોય છે ત્યારે થોડી સમસ્યા ઊભી થાય છે. કારણ કે નંબર બદલતી વખતે યૂઝરએ તેનો ડેટા ગુમાવવો પડે છે. પરંતુ આજે તમને અહીં જાણવા મળશે કે ડેટા ગુમાવ્યા વિના વોટ્સએપ નંબર કેવી રીતે બદલી શકાય. વર્ષ 2017માં વોટ્સએપએ એવું ફીચર લોન્ચ કર્યું હતું કે જેમાં તમે વોટ્સએપ અકાઉન્ટને લિંક કરી પોતાનો નંબર બદલી શકો છો અને સાથે જ તમારો ડેટા પણ સુરક્ષિત રહે છે. આ સાથે જ તમારા કોન્ટેક્ટ્સને પણ તમારો નંબર બદલ્યાની જાણકારી મળી જશે. તમારે કોઈપણ વ્યક્તિને નંબર બદલ્યાની જાણ કરવી નહીં પડે.
આવી રીતે બદલો નંબર
1. મેન્યૂમાં જઈ ચેક કરો કે વોટ્સએપ નંબર વેરિફાઈડ છે કે નહીં.
2. પ્રોફાઈલ ફોટો પર વેરિફિકેશન માટે ક્લિક કરો.
3. વોટ્સએપ ઓપન કરી મેન્યૂ પર ક્લિક કરો.
4. સેટિંગ્સમાં ક્લિક કરી અકાઉન્ટમાં જાઓ.
5. ચેન્જ નંબર ટેબ કરો.
6. અપર બોક્સમાં જૂનો નંબર લખો.
7. લોઅર બોક્સમાં નવો નંબર એન્ટર કરો.
8. Done પર ક્લિક કરો અને થઈ ગયું તમારું કામ....
આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી નંબરનું વેરિફિકેશન થશે. ત્યારબાદ તમે તમારા નવા નંબર પર જૂના ડેટા સાથે સુરક્ષિત રીતે વોટ્સએપ વાપરી શકશો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો