નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.”
” માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.”
___________________________
નામ
- ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી
ઉપનામ
- આદિલ
જન્મ
- 18 મે – 1936 ; અમદાવાદ
અવસાન
- 6, નવેમ્બર – 2008, ન્યુ જર્સી, અમેરીકા
અભ્યાસ
- પ્રાથમિક– અમદાવાદ
- માધ્યમિક – અમદાવાદ અને કરાંચી
વ્યવસાય
- સૂતર અને કાપડનો વ્યવસાય
- પત્રકારત્વ
- જાહેરાતની કમ્પનીમાં કામ
જીવન ઝરમર
- અમદાવાદમાં ‘રે’ મઠ નામના કવિઓના મંડળના એક મૂખ્ય સભ્ય
- રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, ચિનુ મોદી ખાસ મિત્રો
- જીવનના એક તબક્કે સરકારી તંત્ર ગુપ્તચર હોવાની શંકા સેવી આ ઋજુ દિલના શાયરની પાછળ પડી ગયું હતું.
તે ઘટનાની પાર્શ્વ ભૂમિકામાં રચાયેલી રચના વાંચો. - અમેરિકામાં કાયમી વસવાટ, અનેક મુશાયરાઓમાં લોકપ્રિય શાયર
- તેમની અનેક રચનાઓ સ્વરબધ્ધ થયેલી છે.
- ગઝલો, એકાંકીઓ , નાટકો, પોતાની વેબ સાઇટ ( ગઝલ ગુર્જરી ડોટ કોમ ) ચલાવતા લબ્ધ પ્રતિષ્ઠિત કવિ
મુખ્ય રચનાઓ
- કવિતા – વળાંક, પગરવ, સતત, ગઝલના આયનાઘરમાં
- નાટક – પેન્સીલની કબર, મીણબત્તી, એબ્સર્ડ નાટક – હાથપગ બંધાયેલા, જે નથી તે
સાભાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો