– “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
– “અંધ સસરો ને શણગટ વહુ, કથા સુણવા ચાલ્યું સૌ.”
– ઓછું પાત્ર ને અદકું ભણ્યો; વઢકણી વહુએ દીકરો જણ્યો
મારકણો સાંઢ ચોમાસું માલ્યો; કરડકણો કૂતરો હડકવા હાલ્યો
મર્કટ ને વળી મદિરા પીએ; અખા એથી સૌ કોઈ બીએ
———————————————————
નામ
- અખો સોની
જન્મ
- આશરે – 1600 ; જેતલપુર – અમદાવાદ જિ.
અવસાન
- આશરે – 1655 – અમદાવાદ
કુટુમ્બ
- પિતા – રહીયાદાસ
વ્યવસાય
- સોનીકામ


જીવન ઝરમર
- બહેને સોનાની બાબતમાં અવિશ્વાસ પ્રગટ કરતાં જીવનમાં પરિવર્તન,
- ‘અખા’ ના ચાબખા જેવા છપ્પા તેની વિશેષતા
- ગુજરાતી ઉપરાંત હિંદી અને વ્રજભાષામાં રચનાઓ
- ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે.
મુખ્ય રચનાઓ
- ધાર્મિક– અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, કૃષ્ણ ઉધ્ધવ સંવાદ, પંચીકરણ, અનુભવ બિંદુ, ગુરૂ- શિષ્ય સંવાદ ,
- સમાજ સુધાર – સામ્પ્રત સમાજ અને ધાર્મિક દંભ પર ચાબખા મારતા 750 જેટલા છપ્પા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો