મંગળવાર, 5 માર્ચ, 2019

અનિલ જોશી, Anil Joshi

– ” પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…”
અહીં વાંચો અને સાંભળો )
– ” કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ”
– ઢગલાબંધ ગીતો … –  ૧ –  ; –  ૨  –  ;  –  ૩   – 
—————————————
જન્મ
  • ૨૮, જુલાઈ-૧૯૪૦, ગોંડલ
કુટુમ્બ
  • માતા – ?, પિતા –રમાનાથ
  • પત્ની -? , સંતાન – ?
શિક્ષણ
  • પ્રાથમિક/ માધ્યમિક – ગોંડલ અને મોરબીમાં
  • ૧૯૬૪ – એચ.કે. આર્ટ્સ કોલેજ ( અમદાવાદ)માંથી ગુજરાતી/ સંસ્કૃત વિષયો સાથે બી.એ.
વ્યવસાય
  • ૧૯૬૨-૬૯ – હિમ્મતનગર અને અમરેલીમાં શિક્ષક
  • ૧૯૭૧- ૭૬ –‘ કોમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના પી.એ. તરીકે
  • ૧૯૭૬-૭૭ – ‘પરિચય’ ટ્રસ્ટમાં સહસંપાદક
  • ૧૯૭૭ થી – મુંબાઈ મ્યુનિ. કોર્પો.માં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર
અમારા આર્લિંગ્ટન ખાતેના ઘરમાં પાડેલો તેમનો ફોટો
તેમના વિશે વિશેષ
  • આધુનિક ગુજરાતી કવિતા પ્રત્યે પહેલેથી આકર્ષણ
  • વાતાવરણના મિજાજ અને અસંબદ્ધ શબ્દ ભાવજૂથોનો છૂટથી ઉપયોગ
રચનાઓ
  • કવિતા – કદાચ, બરફનાં પંખી, ઓરાં આવો તો વાત કરીએ
  • નિબંધ – સ્ટેચ્યુ, પવનની વ્યાસપીઠે
લંડનમાં હુલ્લડ ગીતો!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો